લંડનઃ મેન્ડલસન વિવાદમાં સપડાયેલા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે બલિનો બકરો શોધી કાઢ્યો છે. પોતાના પર મૂકાયેલા આરોપો ફગાવી દેતાં સ્ટાર્મરે ફોરેન ઓફિસના ટોચના અધિકારી સર ઓલિવર રોબિન્સની હકાલપટ્ટી કરી છે. તેઓ વડાપ્રધાન સ્ટાર્મર અને ફોરેન સેક્રેટરી કૂપરનો વિશ્વાસ ગુમાવી ચૂક્યાં છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, મેન્ડલસન સુરક્ષા તપાસમાં ખરા ઉતર્યા નથી તેવી માહિતી આપવામાં ફોરેન ઓફિસ નિષ્ફળ રહી હતી. રોબિન્સ જાન્યુઆરી 2025માં ફોરેન ઓફિસ ખાતે પરમેનેન્ટ સેક્રેટરી બન્યા હતા.


