લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે પાર્ટીના શિસ્તના સતત ઉલ્લંઘન માટે લેબર પાર્ટીના ચાર સાંસદને સસ્પેન્ડ કરી દીધાં છે. સરકારના વેલ્ફેર કટ વિરુદ્ધ બળવો પોકારનાર બેક બેન્ચર્સ સામે નિયમોનું હથિયાર ઉગામવાનું વડાપ્રધાને નક્કી કરી લીધું છે.
વડાપ્રધાનના આદેશ પ્રમાણે સાંસદો નીલ ડંકન જોર્ડન, બ્રાયન લીશમેન, ક્રિસ હિનક્લિફ અને રેચલ માસ્કેલના લેબર વ્હિપ પરત લઇ લેવાયા છે. તે ઉપરાંત સાંસદો રોસિના એલિન ખાન, બેલ રિબેરો એડી અને મોહમ્મદ યાસિનને અપાયેલી ટ્રેડ રાજદ્વારીની જવાબદારી પરત લઇ લેવાઇ છે.
એમ માનવામાં આવી રહ્યું છે કે સરકાર વિરુદ્ધ સુનિયોજિત રીતે કામ કરવા માટે આ લેબર સાંસદો સામે પગલાં લેવાઇ રહ્યાં છે.