લંડનઃ પૂર્વ લેબર ટ્રેઝરી મિનિસ્ટર તુલિપ સિદ્દિકે બાંગ્લાદેશની સરકાર દ્વારા તેમના પર મૂકાયેલા ભ્રષ્ટાચારના આરોપોને ખોટા ગણાવતા તેમની સામે પાયાવિહોણું અભિયાન ચલાવાઇ રહ્યું હોવાનો દાવો કર્યો હતો. બાંગ્લાદેશમાં કરપ્શનના આરોપો બાદ તુલિપને જાન્યુઆરીમાં સ્ટાર્મર સરકારમાંથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી.
બાંગ્લાદેશના વિપક્ષી નેતાઓએ રશિયા સાથેના પરમાણુ કરારમાં તુલિપની કથિત ભુમિકા અને લાંચ લેવાના આરોપ મુદ્દે તુલિપને બાંગ્લાદેશ ખાતે પ્રત્યર્પિત કરવાની માગ કરી છે.
તુલિપે જણાવ્યું હતું કે, શા માટે બાંગ્લાદેશી સરકાર વારંવાર યુકેના મીડિયા સામે રજૂઆત કરે છે પરંતુ મારી સામે સીધા આરોપ મૂકી રહી નથી. તુલિપના વકીલોએ પણ તેમની સામે પાયાવિહોણું અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાનો આરોપ મૂક્યો છે.