બાંગ્લાદેશમાં હિન્દુઓની સતામણી સ્વીકાર્ય નથીઃ બોબ બ્લેકમેન

સમગ્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર મોતનું જોખમઃ બ્લેકમેન

Tuesday 03rd December 2024 11:43 EST
 
 

લંડનઃ બ્રિટિશ કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને બાંગ્લાદેશમાં ઇસ્કોનના પૂજારી ચિન્મોય ક્રિશ્ના દાસની ધરપકડ અને હિન્દુઓ વિરુદ્ધના અત્યાચારનો મુદ્દો બ્રિટિશ સંસદમાં જોરદાર રીતે ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ધાર્મિક લઘુમતીઓની આ પ્રકારની સતામણી અસ્વીકાર્ય છે.

બ્રિટિશ સંસદને સંબોધન કરતાં બ્લેકમેને જણાવ્યું હતું કે, સમગ્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર મોતનું જોખમ તોળાઇ રહ્યું છે. તેમના ઘરો અને મંદિરો બાળી નાખવામાં આવી રહ્યાં છે. યુકેમાં એલ્સટ્રી ખાતેનું ભક્તિવેદાંતા મંદિર યુકેનું સૌથી મોટું ઇસ્કોન મંદિર છે. બાંગ્લાદેશમાં તેના આધ્યાત્મિક ગુરૂની ધરપકડ કરાઇછે. બાંગ્લાદેશની હાઇકોર્ટમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો પણ પ્રયાસ કરાયો છે. આ હિન્દુઓ પરનો સીધો હુમલો છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતે પણ પગલાં લેવાની ચેતવણી આપી છે. આપણે બાંગ્લાદેશની સ્વતંત્રતા શક્ય બનાવી હતી તેથી આપણી પણ જવાબદારી બને છે. બાંગ્લાદેશમાં સરકાર ભલે બદલાય પરંતુ લઘુમતી સમુદાયોની આ પ્રકારની સતામણી સ્વીકાર્ય નથી. આપણે અત્યાર સુધીમાં ફક્ત એક નિવેદન જારી કરીને સંતોષ માની લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter