બાબાસાહેબના 68મા પરિનિર્વાણ દિન પ્રસંગે ઇન્ડિયા હાઉસમાં સ્મારક સભા

બાબાસાહેબના બંધારણે લોકતાંત્રિક ભારતનો પાયો નાખ્યોઃ સુજિત ઘોષ

Tuesday 12th December 2023 12:35 EST
 
 

લંડનઃ યુકે સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા 7 ડિસેમ્બર બુધવારના રોજ ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડો. બી આર આંબેડકરના 68મા પરિનિર્વાણ દિવસ નિમિત્તે સ્મારક સભાનું આયોજન કરાયું હતું. આ સભાનું આયોજન લંડનમાં ઇન્ડિયા હાઉસમાં આંબેડકર ગોલ ખાતે ફેડરેશન ઓફ આંબેડકરાઇટ્સ એન્ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઇઝેશન, યુકે દ્વારા કરાયું હતું.

આ પ્રસંગે યુકેમાં ભારતના એક્ટિંગ હાઇ કમિશ્નર સુજિત ઘોષે જણાવ્યું હતું કે, ન્યાય અંગેની ઊંડી સમજ, સ્વતંત્રતા, સમાનતાના સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતાએ બાબાસાહેબને ભારતના બંધારણના ઘડતર માટે માર્ગદર્શન આપ્યું. તેમણે રચેલા બંધારણે ન કેવળ લોકતાંત્રિક ભારતનો પાયો નાખ્યો પરંતુ સદીઓથી ચાલી આવતા સામાજિક ભેદભાવને પણ નાબૂદ કર્યો હતો. બાબાસાહેબ સારી રીતે જાણતા હતા કે જાતિવાદ નાબૂદ કરવા માટે શિક્ષણ સૌથી શક્તિશાળી હથિયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter