લંડનઃ પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરે અમેરિકાના નેતૃત્વમાં ઇરાક સામેના યુદ્ધમાં સામેલ થવાના નિર્ણયને મોટી ભૂલ ગણાવી છે. તેમણે ઇરાકયુદ્ધના ૧૨ વર્ષ બાદ બદલ માફી માગી છે. બ્લેરે જણાવ્યું હતું કે ઇરાકના સરમુખત્યાર સદામ હુસૈનને પદભ્રષ્ટ કરવાનો અફસોસ નથી પરંતુ ઇરાક સાથેના યુદ્ધને કારણે આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનો જન્મ થયો છે.
ટોની બ્લેર ૧૯૯૭થી ૨૦૦૭ સુધી બ્રિટનના વડા પ્રધાન હતા. તેમના કાર્યકાળમાં જ અમેરિકાના નેતૃત્વ હેઠળની ગઠબંધન સેનાએ ૨૦૦૩માં ઇરાક ઉપર હુમલો કર્યો હતો. અગાઉ બ્લેર ઇરાક યુદ્ધ અંગે માફી માગવાનો હંમેશા ઇનકાર કરતા હતા.