બારી બહાર લટકતી 3 વર્ષની બાળકીને બચાવવામાં મોહમ્મદ જેસિલની પ્રશંસનીય કામગીરી

ક્રિકેટની પ્રેકટિસના કારણે બાળકીને ઝીલી લેવામાં સફળ રહ્યોઃ મોહમ્મદ જેસિલ

Tuesday 16th June 2026 12:42 EDT
 

લંડનઃ પૂર્વ લંડનના ઇલફોર્ડ હાઇ રોડ પર આવેલી ઇમારતની બારીમાંથી લટકી રહેલી 3 વર્ષની બાળકીને બચાવવામાં બ્રિટિશ ભારતીય મોહમ્મદ જેસિલે પ્રશંસનીય કામગીરી કરી હતી. જીવન અને મરણ વચ્ચે 9 મિનિટ સુધી લટકી રહેલી આ બાળકીને જેસિલે અદ્દભૂત ચપળતા સાથે ઝીલી લઇને જીવ બચાવ્યો હતો.

બાળકીને હેમખેમ બચાવનાર મોહમ્મદ જેસિલે જણાવ્યું હતું કે, તેઓ પોતે પાંચ મહિનાના જોડિયા બાળકોના પિતા છે અને એક પિતા તરીકેની ફરજ સમજીને તેઓ તાત્કાલિક બાળકીની મદદ માટે દોડ્યા હતા. હું ભારતમાં ક્રિકેટ રમતો હતો, કદાચ તેના કારણે જ મને આ કેચ પકડવામાં મદદ મળી. મને એટલી ખબર હતી કે મારું બધું જ ધ્યાન બાળકીને બચાવવા પર કેન્દ્રિત હોવું જોઈએ.

બાળકી સુરક્ષિત રીતે હાથમાં આવતા જ ઘટનાસ્થળે હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તાળીઓના ગડગડાટથી બચાવકર્તાઓની હિંમતને બિરદાવી હતી. બાળકીના પિતાએ પોલીસ અધિકારી અને જેસિલ બંનેનો આભાર માનતા તેમને અસલી હીરો ગણાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter