બાલ સુપરમાર્કેટના ફત્તેહસિંહને ગેરકાયદે તમાકુના વેચાણ માટે 5850 પાઉન્ડનો દંડ

Tuesday 18th November 2025 09:56 EST
 
 

લંડનઃ હેયસની બાલ સુપરમાર્કેટ શોપ ખાતે ગેરકાયદેસર તમાકુ અને બાળકોને વેપ વેચતા ઝડપાયેલા એફએસ અરોરા યુકે લિમિટેડ કંપનીના ડિરેક્ટર 41 વર્ષીય ફત્તેહસિંહ અરોરાને 5850 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. અરોરાએ દંડ પેટે 1500 પાઉન્ડ, વિક્ટિમ સરચાર્જ પેટે 1200 પાઉન્ડ અને પ્રોસિક્યુશન કોસ્ટ પેટે 3150 પાઉન્ડ ચૂકવવાના રહેશે. અરોરાએ અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે સુનાવણી દરમિયાન મૂકાયેલા 35માંથી 33 આરોપ કબૂલી લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter