બાલ્ડ ઇગલ મેસ્કોટ સ્ક્રીચ સાથે રિશી સુનાકની ધીંગામસ્તી

Tuesday 13th June 2023 13:14 EDT
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકનો રમતો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. નવરાશની પળોમાં તેઓ ક્રિકેટ સહિતની રમતોનો આનંદ માણતા ખચકાતા નથી. અમેરિકાની મુલાકાત દરમિયાન તેમણે વોશિંગ્ટન નેશનલ્સ અને એરિઝોના ડાયમંડબેક્સ વચ્ચેની બેઝબોલ ગેમનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ગ્રાઉન્ડમાં વોશિંગ્ટન નેશનલ્સના લકી ચાર્મ એવા બાલ્ડ ઇગલ મેસ્કોટ સ્ક્રીચ સાથે સુનાકે ગમ્મત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter