લંડનઃ ઓનલાઈન બાળ યૌનશોષણ વધી રહ્યું હોવાનો પોલીસને ભય છે.બાળ પોર્નોગ્રાફીના છમાંથી એક શકમંદ વિશ્વાસની પોઝિશનમાં હોવાનું નેશનલ ક્રાઈમ એજન્સીના આંકડામાં જણાવાયું છે. ઓનલાઈન ચાઈલ્ડ પોર્નોગ્રાફી એક્સેસ કરવા બદલ ગત નવ મહિનામાં ૧૦૪ જેટલા શિક્ષકો, તબીબો, સરકારી અધિકારીઓ અને અન્યોની ધરપકડ કરાઈ છે. બેરોનેસ ન્યૂલવના નવા રિપોર્ટ અનુસાર પોલીસ અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની અન્ય એજન્સીઓ તમામ ફરિયાદોની ગંભીર નોંધ લેતી નથી.
ઓનલાઈન ચાઈલ્ડ પોર્નોગ્રાફી નિહાળનારાઓ સંવેદનશીલ હોદ્દાઓ પર કામ કરે છે. તેમાં સરકારી અને કાયદાપાલક એજન્સી અને લશ્કરી સ્ટાફનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલી ૧૦૪ વ્યક્તિમાંથી ત્રણ સામે શંકા કે દોષારોપણ થવા છતાં તેઓ હજુ વિશ્વાસપ્રદ હોદ્દાઓ પર છે. વોચડોગનો રિપોર્ટ જણાવે છે કે ચાઈલ્ડ એબ્યુઝમાં ત્રીજાથી વધુ હિસ્સામાં પોલીસ તપાસ અપૂરતી હોય છે.


