લંડનઃ બાળકોની ક્ષમતાને વધુ વિક્સાવવામાં ગ્રામર સ્કૂલો ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે ‘પ્રોગ્રેસ ૮’ તરીકે જાણીતી સરકારની નવી રેંકિંગ સિસ્ટમ મુજબ પ્રાઈમરી સ્કૂલ છોડતી વખતે ‘હાઈ એચિવર્સ’ની શ્રેણીમાં મૂકાયેલા સરકારી સ્કૂલોના ૧૫૭,૬૨૭ બાળકો GCSE પહોંચતા સુધીમાં અપેક્ષાથી વધુ સારે દેખાવ કરી શક્યા ન હોવાનું ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવાયું છે.
આંકડા મુજબ ગ્રામર સ્કૂલોના ૯૪ ટકા બાળકો ૧૬ વર્ષના થાય ત્યાં સુધીમાં તેમણે નોન-સિલેક્ટિવ સ્કૂલોના ૪૯ ટકા વિદ્યાર્થીની સરખામણીમાં સારી પ્રગતિ કરી હોય છે. આ આંકડાને લીધે ગ્રામર સ્કૂલો પર ૨૦ વર્ષ અગાઉ લેબર પાર્ટી દ્વારા મૂકાયેલા પ્રતિબંધને ઉઠાવી લેવાની વડાપ્રધાન થેરેસા મેની યોજનાને પ્રોત્સાહન મળશે.


