લંડનઃ બાળકોના જાતીય શોષણ માટે ન્યૂહામની મસ્જિદના ઇમામને 10 વર્ષ કેદની સજા અપાઇ છે. 61 વર્ષીય કારી શેર મોહમ્મદ કેન્ટના ચાથમમાં ઇમામ તરીકે ફરજ બજાવતો હતો. 2018માં પહેલીવાર ઇમામ સામે કિશોરી દ્વારા અભદ્ર સ્પર્શના આરોપ મૂકાયા હતા. તે સમયે કિશોરીની માનસિક સ્થિતિ પર ગંભીર અસર થવાની ચિંતાના કારણે તેના પર કોઇ આરોપ મૂકાયા નહોતા.
મે 2022થી ડિસેમ્બર 2023 વચ્ચે મોહમ્મદે વધુ 3 બાળકોને પોતાનું નિશાન બનાવ્યાં હતાં જેના પગલે 11 ડિસેમ્બરના રોજ તેની ધરપકડ કરાઇ હતી. માર્ચ 2025માં કેન્ટરબરી ક્રાઉન કોર્ટમાં તેની સામે આરોપ ઘડાયાં હતાં. 12 સપ્ટેમ્બરના રોજ અદાલતે તેને 10 વર્ષ કેદની સજા ફટકારી હતી. સજા પૂરી થયા બાદ તેના પર 5 વર્ષ સુધી સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર પણ લાગુ થશે.