બાળકોના રજિસ્ટ્રેશન માટે £૧૦૧૨ની ફી ગેરકાયદેસર

Wednesday 08th January 2020 01:45 EST
 

લંડનઃ સિટીઝન તરીકે બાળકનું રજિસ્ટ્રેશન કરવા માટે ૧,૦૧૨ પાઉન્ડ વસૂલવાની હોમ ઓફિસની નીતિ ગેરકાયદેસર હોવાનું હાઈ કોર્ટે ઠેરવ્યું હતું. આ ફીની હજારો બાળકો પર અસર પડે છે. પ્રોજેક્ટ ફોર રજિસ્ટ્રેશન ઓફ ચીલ્ડ્રન એઝ બ્રિટિશ સિટીઝન્સ (PRCBC)નો અંદાજ છે કે દેશમાં ૧૨૦,૦૦૦ બાળકો યુકે સિટીઝનશિપ વિનાના છે. તેમાંથી ૬૫,૦૦૦નો જન્મ યુકેમાં થયો છે. ગયા વર્ષે ૪૦,૦૦૦ બાળકોએ સિટીઝન તરીકે રજિસ્ટ્રેશન માટે અરજી કરી હતી.

સિટીઝનશિપની અરજી વિશે આખરી નિર્ણય લેવા સુધીની પ્રક્રિયામાં હકીકતે માત્ર ૩૭૨ પાઉન્ડનો જ ખર્ચ થતો હોવાનો અંદાજ છે. હોમ ઓફિસ પર દરેક અરજીમાંથી ૬૪૦ પાઉન્ડ જેટલી રકમ મેળવીને બાળકોના રજિસ્ટ્રેશનમાંથી નફો રળવાનો આક્ષેપ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter