બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ કોમન્સે ફગાવ્યો

પ્રસ્તાવના વિરોધમાં 307 જ્યારે તરફેણમાં 134 સાંસદોએ મત આપ્યો

Tuesday 10th March 2026 12:32 EDT
 
 

લંડનઃ 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાના પ્રસ્તાવને સાંસદોએ ફગાવી દીધો છે. પૂર્વ કન્ઝર્વેટિવ મિનિસ્ટર લોર્ડ નેશ દ્વારા ચિલ્ડ્રન્સ વેલબિઇંગ એન્ડ સ્કૂલ્સ બિલમાં રજૂ કરાયેલા પ્રસ્તાવિત સુધારાને સાંસદોએ મતદાન દ્વારા નકારી કાઢ્યો હતો. પ્રસ્તાવના વિરોધમાં 307 મત જ્યારે તરફેણમાં 134 સાંસદોએ મતદાન કર્યું હતું.

જો કે ભવિષ્યમાં આ પ્રકારનો પ્રતિબંધ અમલમાં આવી શકે છે કારણ કે હાઉસ ઓફ કોમન્સે આ મામલામાં સેક્રેટરી ઓફ સ્ટેટને વધારાની સત્તાઓ આપવાના સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું છે. જે અંતર્ગત સાયન્સ સેક્રેટરી લિઝ કેન્ડલ બાળકોના અથવા તો ચોક્કસ વયમર્યાદામાં સોશિયલ મીડિયા સેવાઓ અને ચેટ બોટ્સના ઉપયોગ પર પ્રતિબંધ લાદી શકે છે. તેઓ બાળકો દ્વારા થતા વીપીએનના ઉપયોગને પણ મર્યાદિત કરી શકે છે.

લોર્ડ નેશે હાઉસ ઓફ કોમન્સના વલણને અત્યંત હતાશાજનક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમે હાઉસ ઓફ લોર્ડ્સમાં આ સુધારાને પસાર કરાવવાના તમામ પ્રયાસ કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter