લંડનઃ બાળકોની અશ્લિલ તસવીરો ડાઉનલોડ કરવાના આરોપસર ઝડપાયેલા ઇસ્ટ લંડનના મોહમ્મદ એહમદની 3 વર્ષ બાદ દોષી ઠેરવાયો છે. પોલીસે જુલાઇ 2020માં મોહમ્મદની બોવ ખાતેના તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. ધરપકડ સમયે તે આટલી હદે બાળકોની અશ્લિલ તસવીરોનો બંધાણી હશે તે પોલીસને જાણ નહોતી પરંતુ તેના ફોનની તપાસમાં 4000 કરતાં વધુ અશ્લિલ તસવીરો મળી આવી હતી. ગયા સપ્તાહમાં થેમ્સ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ એહમદે પોતાનો દોષ કબૂલી લીધો હતો. તેની પાસેથી પ્રતિબંધિત એવી એ કેટેગરીની 1015, બી કેગરીની 986 અને સી કેટેગરીની 1259 તસવીર મળી આવી હતી.


