બાળકોનું શોષણ અને કકુઇંગને ક્રિમિનલ અપરાધ ગણાશે

સરકાર દ્વારા લવાઇ રહેલા નવા ખરડામાં 10 વર્ષ કેદની જોગવાઇ

Tuesday 25th February 2025 09:20 EST
 

લંડનઃ બાળકોનું અપરાધિક શોષણ અને કોઇના ઘર પર અપરાધિક પ્રવૃત્તિ માટે કબજો (કકુઇંગ) કરી લેવાને ક્રિમિનલ અપરાધ ગણાશે. આગામી સપ્તાહમાં સંસદમાં રજૂ થઇ રહેલા ક્રાઇમ અને પોલિસિંગ બિલમાં આ જોગવાઇ કરાઇ છે. બાળકોના અપરાધિક શોષણ કરી શકે તેવા જોખમી વ્યક્તિઓ પર રિસ્ટ્રિક્શન ઓર્ડરની જોગવાઇ પણ આ ખરડામાં કરાઇ છે. કકુઇંગનો અર્થ એ છે કે કોઇ નબળા વ્યક્તિના ઘરમાં ઘૂસી જઇને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવી. 

હોમ સેક્રેટરી ય્વેટ કૂપરે જણાવ્યું હતું કે, આ પ્રકારનું શોષણ ગંભીર છે.  કાયદા દ્વારા પીડિતોને યોગ્ય સંરક્ષણ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરાશે જેથી આ પ્રકારના છૂપા અપરાધોને ઉગતા જ ડામી શકાય. આપણી સડકો પર આચરાતા આ પ્રકારના અપરાધોનો અંત લાવવા માટે અમે તમામ પ્રયાસ કરીએ તે મહત્વનું છે.

અગાઉની કન્ઝર્વેટિવ સરકારે પણ કકુઇંગને અપરાધ જાહેર કરવાની યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ સંસદની ચૂંટણી જાહેર થઇ જતાં તેના દ્વારા તૈયાર કરાયેલા ખરડા પર કોઇ પ્રગતિ સાધી શકાઇ નહોતી.

પૂર્વ ચિલ્ડ્રન કમિશ્નરે જણાવ્યું હતું કે, કાઉન્ટી લાઇન્સમાં ડ્રગ્સના વેચાણ માટે થતા ઉપયોગમાંથી બાળકોને બચાવવા લાંબા ગાળાથી પડતર કાયદાઓ જીવનો બચાવશે અને ઘાતકી ક્રિમિનલ બિઝનેસ અટકાવશે. ડ્રગ્સના વેચાણમાં બાળકોનો ઉપયોગ કરતી અપરાધીઓને 10 વર્ષ સુધીની કેદની જોગવાઇ પણ નવા કાયદામાં કરાઇ છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter