બાળકોને ગરીબીમાંથી બહાર લાવવા બેનિફિટ મર્યાદા હટાવો

Wednesday 30th December 2020 01:35 EST
 
 

લંડનઃ સરકાર બેનિફિટ કેપ હટાવી લે અથવા તેને મુલતવી રાખે તો ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમ’ કરતાં પણ ઓછાં ખર્ચમાં યુકેમાં ૧૫૦,૦૦૦ બાળકોને તીવ્ર ગરીબીમાંથી બહાર લાવી શકાય તેવો કેમ્પેઈનરોએ દાવો કર્યો હતો.    
ચાઈલ્ડ પોવર્ટી એક્શન ગ્રૂપ (CPAG) ચેરિટીના અંદાજ મુજબ આ મહિને ૩૫,૦૦૦ જોબલેસ પરિવારો મર્યાદા હેઠળ આવશે. તેને લીધે તેમને સોશિયલ સિક્યુરિટી બેનિફિટસની જે રકમ મળી શકે તેમ છે તેમાં ખૂબ ઘટાડો થશે તેથી ઘણાં લોકો તીવ્ર ગરીબીમાં ધકેલાઈ જશે.
આગામી વર્ષે જાન્યુઆરી અને માર્ચ દરમિયાન વધુ ૪૧,૦૦૦ પરિવારો પર મર્યાદા લાગુ થશે તેનો અર્થ એ કે ૧૭૦,૦૦૦ પરિવારો મર્યાદા હેઠળ છે તે મહામારી શરૂ થઈ ત્યારથી વધીને તે સંખ્યા બમણી થઈ છે. અંદાજે ૨૫૦,૦૦૦ પરિવારો આ નીતિને લીધે ટૂંક સમયમાં જ ખૂબ હાડમારી વેઠતા થઈ જશે. યુનિવર્સલ ક્રેડિટ પરના મર્યાદા હેઠળના પરિવારો વધતાં તેઓ દર અઠવાડિયે ૬૨ પાઉન્ડની આવક ગુમાવશે. લંડન જેવા કેટલાંક વિસ્તારોમાં આ રકમ ૨૦૦ પાઉન્ડ થઈ શકે.    
હાઉસિંગ રેન્ટલ સહિત કુલ બેનિફિટ એવોર્ડની વાર્ષિક મર્યાદા લંડન બહારના પરિવારો માટે ૨૦,૦૦૦ પાઉન્ડ અને લંડનમાં રહેતા પરિવારો માટે ૨૩,૦૦૦ પાઉન્ડ છે.
CPAGના ચીફ એક્ઝિક્યુટિવ એલિસન ગાર્નહેમે જણાવ્યું કે મર્યાદાની બહાર જાય તેવી આવકની કોઈ વાસ્તવિક શક્યતા ન હોવા છતાં ઘણાં પરિવારો તેમને મહત્ત્વનો સોશિયલ સિક્યુરિટી સપોર્ટ ગુમાવશે.
DWPના પ્રવક્તાએ જણાવ્યું કે આ પરિવારોને અગાઉ જ કેપમાંથી નવ મહિનાનું એક્ઝેમ્પશન અપાયું છે. હજુ ઘણાં લોકો એક્ઝેમ્પટ હોવાથી અથવા બેનિફિટની આવક મર્યાદા કરતાં ઓછી હોવાથી તેમને કેપ હેઠળ લાવી શકાયા નથી.    


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter