બિઝનેસીસ માટે કોવિડ કરજ ચૂકવવા બેંકોની નવી લોન સ્કીમ

Friday 24th July 2020 02:02 EDT
 

લંડનઃ કોરોના મહામારીના કારણે ૮૦૦,૦૦૦ જેટલી ફર્મ્સ દેવાળું ફૂંકે તેવા ભય વચ્ચે બેન્કોએ બિઝનેસીસને મદદરુપ થવા સ્ટુડન્ટ લોન જેવી લાંબા ગાળાની ચૂકવણી યોજનાની દરખાસ્ત કરી છે જેનાથી બિઝનેસીસ ૪૬ બિલિયન પાઉન્ડનું દેવું ચૂકવી શકે. લોબી ગ્રૂપ TheCityUKના કહેવા અનુસાર આ યોજનાથી હજારો કંપનીઓ બચી શકશે. બેન્કો ટ્રેઝરીની ગેરંટી સાથે લોન્સનો કંટ્રોલ HMRCને સુપરત કરવા માગે છે. કોરોના વાઈરસ લોન્સ ૧૦ વર્ષના ગાળામાં ચૂકવાઈ શકે છે.

કંપનીઓ સરકારની ગેરન્ટી સાથેની ૪૬ બિલિયન પાઉન્ડની લોન્સ અને દેવાંની પરત ચૂકવણી મુલતવી ન રાખી શકે તો યુકેમાં ૬ મિલિયન નોકરીઓ અને લઘુ અને મધ્યમ કદના (SMEs) ૮૦૦,૦૦૦ બિઝનેસીસ બંધ થવાના જોખમ હેઠળ છે. બેન્કિંગ લોબી ગ્રૂપ TheCityUKનું કહેવું છે કે SMEsના રક્ષણ માટે આ લોન્સનું રીકેપિટાલાઈઝેશન કરવું જરુરી છે. ગ્રૂપના રિપોર્ટમાં નવી સ્ટુડન્ટ લોન્સ સ્ટાઈલની સ્કીમની હિમાયત કરાઈ છે જેમાં બિઝનેસીસ નહિ ચૂકવાતી લોન્સને ટેક્સ લાયાબિલિટીઝમાં રુપાંતર કરી શકે છે.

બિઝનેસીસની કોરોના વાઈરસ લોન્સ ૧૦ વર્ષના ગાળામાં ચૂકવાઈ શકે છે અને બિઝનેસને પોસાવાનું શરુ ન થાય ત્યાં સુધી તેના ચૂકવણી-હપ્તા શરુ થશે નહિ. આનો અર્થ એવો પણ થાય કે ઘણી સ્ટુડન્ટ લોન્સની માફક આ લોન્સ પણ કદી ચૂકવાશે નહિ. બેન્કો આ યોજના ટ્રેઝરી અને HMRC ચલાવે તેમ ઈચ્છે છે જેમાં કંપનીઓ દ્વારા લોન્સ ન ચૂકવાય તેનો બોજ કરદાતાના શિરે આવશે. સરકારે દેશભરના બિઝનેસીસને લગભગ ૪૩ બિલિયન પાઉન્ડની લોન્સની ગેરંટી લીધી છે. જોકે, ગેરંટી ધીરાણ લેનારને નહિ પરંતુ, ધીરાણ આપનાર માટે છે. જેથી કંપની લોન પરત ન ચૂકવે તો તે ડિફોલ્ટ જરુર થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter