બિઝનેસોને નકામા પેપર વર્કમાંથી મુક્તિ આપવા ચાન્સેલરની જાહેરાત

બિઝનેસોને આ મુક્તિથી 800 મિલિયન પાઉન્ડની બચત થશે

Tuesday 27th October 2026 10:02 EDT
 

લંડનઃ બિઝનેસોને નકામા પેપર વર્કમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરતાં ચાન્સેલર જોન હિલીએ જણાવ્યું હતું કે, હું કંપનીઓને રાહત આપવા માટે ફોર્મ ભરવાની ઝંઝટ ઓછી કરવા માંગે છે.

નવા બજેટ પહેલા ચાન્સેલર જોન હિલીએ રેડ ટેપિઝમ ઘટાડવા અને ઈમ્પોર્ટ ટેરિફ મુક્તિનો સમયગાળો લંબાવવા માટેના પગલાંઓની જાહેરાત કરી છે, જેનાથી કારોબારોને અંદાજે 800 મિલિયન પાઉન્ડની બચત થશે.

ટ્રેઝરીના જણાવ્યા અનુસાર, રિપોર્ટિંગ પ્રક્રિયાઓને સરળ બનાવવાથી 290 મિલિયન પાઉન્ડની બચત થવાની ધારણા છે. એસેટ મેનેજર્સ માટે એક સરખા ડુપ્લિકેટ રિપોર્ટિંગના બોજને ઘટાડીને 105 મિલિયન પાઉન્ડ બચાવી શકાશે. મકાનો ખરીદ-વેચાણ પ્રક્રિયામાંથી દસ્તાવેજો ઓછા કરવાથી સપ્લાય ચેઈન બિઝનેસોને 116 મિલિયન પાઉન્ડની બચત થશે. કેમિકલ્સ, પ્લાસ્ટિક, ઓટોમોટિવ અને ફૂડ એન્ડ બેવરેજ ક્ષેત્રે 250થી વધુ ઉત્પાદનો પર બંધ થવા જઈ રહેલી આયાત જકાત મુક્તિને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનાથી 155 મિલિયન પાઉન્ડ સુધીની બચત થશે.

સરકારે આ સંસદના કાર્યકાળના અંત સુધીમાં કારોબારો પરના નિયમનકારી વહીવટી બોજમાં 25 ટકાનો ઘટાડો કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. વડાપ્રધાન એન્ડી બર્નહામે જણાવ્યું હતું કે, જો તમે વ્યવસાય ચલાવો છો, તો તમે તમારો સમય ગ્રાહકોની સેવા કરવા અને રોજગાર ઉભા કરવામાં વિતાવવા માંગો છો, નકામા ફોર્મ ભરવામાં નહીં. અમે સરકારના બિનજરૂરી નિયંત્રણો હટાવીને કારોબારોને વિકાસ કરવાની મોકળાશ આપી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter