બિન-ઈયુ નાગરિકો માટે નવા વિઝા નિયંત્રણોઃ ભારતીયોને વધુ મુશ્કેલી

Monday 07th November 2016 09:53 EST
 
 

લંડનઃ ઈમિગ્રેશનના વધતા આંકડા પર બ્રેક લગાવવા યુકે સરકારે ગુરુવારે બિન-ઈયુ નાગરિકો માટે વિઝા પોલિસીમાં ફેરફારો જાહેર કર્યા છે. આ નિયંત્રણોથી મોટી સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સને વિપરીત અસરો થશે. યુકે હોમ ઓફિસના નવા નિયમો હેઠળ ટિયર ટુ ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર (ICT) કેટેગરીમાં ૨૪ નવેમ્બર પછી અરજી કરનારાને વાર્ષિક ૩૦,૦૦૦ પાઉન્ડનું વેતન મેળવવાની મર્યાદા લાગુ કરાશે. હાલ આ મર્યાદા ૨૦,૮૦૦ પાઉન્ડની છે.

સામાન્ય રીતે બ્રિટનમાં ભારતીય આઈટી કંપનીઓ ICT રુટ પસંદ કરે છે અને યુકેની માઈગ્રેશન એડવાઈઝરી કમિટી (MAC) અનુસાર આ રુટ હેઠળ જારી કરાતા વિઝામાં ભારતીય આઈટી વર્કર્સનો લગભગ ૯૦ ટકા હિસ્સો છે. બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે ત્રણ દિવસની મુલાકાત માટે રવિવારે ભારત જવાના છે તેના થોડા દિવસ અગાઉ જ આ ફેરફાર જાહેર કરાયા છે.

ટિયર ટુ ICT વેતન મર્યાદા ઊંચી લઈ જવા ઉપરાંત, અન્ય ફેરફારોમાં અનુભવી વર્કરો માટે કેટલાક અપવાદો સિવાય, ટિયર ટુ (જનરલ) વેતનમર્યાદા વધારી ૨૫,૦૦૦ પાઉન્ડ, ટિયર ટુ (ICT) ગ્રેજ્યુએટ ટ્રેઈની માટે પગારમર્યાદા ઘટાડી ૨૩,૦૦૦ પાઉન્ડ તેમજ કંપનીદીઠ વાર્ષિક સંખ્યા વધારીને ૨૦ કરવી તેમજ ટિયર ટુ (ICT) સ્કીલ્સ ટ્રાન્સફર સબ-કેટેગરી બંધ કરવાનો પણ સમાવેશ થાય છે.

ટિયર ૪ કેટેગરી વિઝામાં પણ અનેક ફેરફાર જાહેર કરાયા છે, જેમાં ડોક્ટરેટ એક્સ્ટેન્શન સ્કીમ માટે મેઈન્ટેનન્સ જરૂરિયાતોનો સમાવેશ થાય છે. ભારતીયો સહિત યુરોપિયન યુનિયન બહારના નાગરિકો યુકેમાં રેસિડેન્સી સેટલમેન્ટના પાંચ વર્ષના રુટમાં યુકેમાં અઢી વર્ષ રહ્યા પછી ફેમિલી મેમ્બર તરીકે વસવાટની અરજી કરતા હોય તેમને અંગ્રેજી ભાષાની નવી જરૂરિયાતનો સામનો કરવો પડશે. આ નવી જરૂરિયાત ફેમિલી ઈમિગ્રેશન નિયમો હેઠળ યુકેમાં રહેવાની જેમની વર્તમાન પરવાનગી મે ૧, ૨૦૧૭ અથવા તે પછી પૂર્ણ થતી હોય તેવા પાર્ટનર્સ અને પેરન્ટ્સને લાગુ પડશે.

ટિયર ટુ ICT રુટને અંકુશિત કરવા અને વિદેશી કામદારો પર આધાર ઘટાડવાની MACની સલાહના પગલે આ ફેરફારો કરાયા છે.MACનું કહેવું છે કે ઈમિગ્રેશનના લીધે યુકે વર્કફોર્સને તાલીમ આપવા અને કૌશલ્ય વધારવા એમ્પ્લોયર્સને પ્રોત્સાહન મળતું નથી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter