બિયરની બોટલો પર ફરી હિન્દુ દેવીની તસવીરોથી ભારતીય સમુદાયમાં રોષ

કંપનીને બિયરની બોટલો બજારમાંથી પાછી ખેંચી લેવા હિન્દુઓની અપીલ

Wednesday 18th January 2023 06:20 EST
 
 

લંડન

બિયેન મેન્જરની બિયરની બોટલો પર હિંદુ દેવીની તસવીર સામે બ્રિટનના હિન્દુ સમુદાયે રોષની લાગણી પ્રદર્શિત કરી છે. ઇનસાઇટ યુકે નામના ટ્વિટર એકાઉન્ટે જણાવ્યું હતું કે, આ અત્યંત અસંવેદનશીલ, અપમાનજનક અને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવતી બાબત છે. કંપનીને ટાંકીને કરેલા ટ્વીટમાં ઇનસાઇટ યુકેએ જણાવ્યું હતું કે, હિન્દુઓ જેની પૂજા કરે છે તે દેવીની તસવીર તમે તમારી બિયરની બોટલ પર પ્રસિદ્ધ કરી છે. ઇનસાઇટ યુકેએ હિન્દુ દેવીની તસવીરો સાથેની તમામ બિયરની બોટલો બજારમાંથી પાછી ખેંચી લેવાની પણ માગ કરી છે. ટ્વિટર પર ઘણા લોકોએ કંપનીની આકરી ટીકા કરી છે.

આલ્કોહોલ ઉત્પાદક કંપની દ્વારા હિન્દુ દેવી દેવતાની તસવીર છાપીને અપમાન કરાયું હોય તેવી આ પહેલી ઘટના નથી. 2021માં ફ્રેન્ચ આલ્કોહોલ ઉત્પાદક કંપની ગ્રેનેડ સૂર ગેરોને શિવા બિયર લોન્ચ કર્યું હતું. 2015માં ડર્બીશાયરની એક બિયર ઉત્પાદક કંપની દ્વારા બિયરની બોટલો પર હિન્દુ દેવી કાલીની તસવીરો છાપવા માટે આકરી ટીકા કરાઇ હતી.

ઉગ્ર વિરોધ બિયેન મેન્જરે બિયરનું ઉત્પાદન સ્થગિત કરી દીધું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter