બિલિયોનેર્સ ઈસા બંધુએ £૭૫૦ મિ.ની અસ્ડા પેટ્રોલ સ્ટેશન્સ ડીલ પડતી મૂકી

Wednesday 27th October 2021 07:02 EDT
 
 

લંડનઃ બિલિયોનેર્સ ઈસા બંધુ- મોહસીન અને ઝૂબેરના EG ગ્રૂપે ૭૫૦ મિલિયન પાઉન્ડની સુપરમાર્કેટ જાયન્ટ અસ્ડા પેટ્રોલ સ્ટેશન્સ ડીલ પડતી મૂકી છે. EG (યુરો ગેરેજીસ) ગ્રૂપે TDR Capital સાથે મળીને ૨૦૨૦માં અસ્ડા ખરીદવાનો સોદો કર્યો હતો. હવે અસ્ડાના ૩૦૦થી વધુ ફ્યૂલ ફોરકોર્ટ બિઝનેસને હસ્તગત કરવામાંથી EG ગ્રૂપે પીછેહઠ કરી છે.

લેન્કેશાયરમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીએ તાજેતરમાં કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA)ની ચિંતાને શમાવવા પોતાના ૩૭૦ પેટ્રોલ સ્ટેશન્સમાંથી ૩૦નું વેચાણ કરવાના સોદા પર સંમતિ આપી હતી જેની જાહેરાત ઓક્ટોબરની શરૂઆતમાં કરાઈ હતી. હવે EG Group ૨૭ પેટ્રોલ ફોરકોર્ટ્સનું વેચાણ કરવામાં આગળ વધશે.

ઈસા ભાઈઓ મોહસિન અને ઝૂબેરે TDR Capital સાથે મળીને ૨૦૨૦ના અંતમાં ૬.૮ બિલિયન પાઉન્ડના સોદામાં અસ્ડાને હસ્તગત કરી હતી. આ સમજૂતીમાં ઈસા ભાઈઓ અસ્ડાના ફ્યૂલ ફોરકોર્ટ બિઝનેસને હાંસલ કરી શક્યા હોત. જોકે, સૂચિત ટ્રાન્ઝેક્શનના ફાઈનાન્સિયલ મૂલ્યાંકનમાં ઘણા ફેરફારના પગલે EG Group અને અસ્ડાએ એક્વિઝિશનમાં આગળ નહિ વધવા નિર્ણય લીધો છે. ૩૨૩ ફોરકોર્ટ્સ અને તેમના નફા-નુકસાન હવે અસ્ડાના બેલેન્સ શીટમાં રહેશે. આમ છતાં, ૨૦૦ અસ્ડા- ઓન-ધ-મૂવ કન્વેનીઅન્સ સ્ટોર્સ EG Group ના પેટ્રોલ સ્ટેશન્સ પર ચલાવવાની તેમજ અસ્ડાના કેટલાક ફિલિંગ સ્ટેશન્સ પર સ્ટારબક્સ ડ્રાઈવ-થ્રુ રાખવાની યોજના યથાવત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter