બિલિયોનેર્સ ઈસા બંધુની સ્ટાઈલથી નારાજ અસ્ડા મેનેજર્સના રાજીનામા

Wednesday 24th November 2021 06:04 EST
 
 

લંડનઃ EG પેટ્રોલ સ્ટેશન બિલિયોનેર મોહસિન અને ઝૂબેર ઈસાએ ફેબ્રુઆરીમાં અસ્ડા સુપરમાર્કેટ હસ્તગત કર્યા પછી તેના ટોપ મેનેજર્સે રાજીનામા આપી દીધા છે. ચીફ એક્ઝિક્યુટિવ રોજર બર્નલીએ તેમનો અનુગામી શોધી લેવાયા પછી ૨૦૨૨માં બિઝનેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.

વાસ્તવમાં બર્નલીએ ઉનાળામાં જ વિદાય લઈ લીધી છે અને લીડ્ઝસ્થિત ગ્રોસરના જમાવ્યા અનુસાર રિક્રુટમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર એન્થોની હેમરડિન્ગર અને સ્ટ્રેટેજી ચીફ પ્રેયસ ઠકરાર તેમજ ચીફ ફાઈનાન્સ ઓફિસર રોબ મેકવિલિયમે પણ અસ્ડામાંથી વિદાય લઈ લીધી છે.

ઈસા બ્રધર્સની ઝડપી કામ કરવાની સ્ટાઈલના પરિણામે રાજીનામાં પડ્યા હોવાનું કહેવાય છે. ચીફ એક્ઝિક્યુટિવના હોદ્દા પર નજર રાખનારાએ આ સ્ટાઈલ સાથે કામ કરવાની તૈયારી દર્શાવવી પડશે. ઈસા બ્રધર્સ આગામી વર્ષના અંત સુધીમાં તેમના EG પેટ્રોલ સ્ટેશન્સમાં ૨૦૦ અસ્ડા કોનિવિનીઅન્સ સ્ટોર્સ ખોલવા તેમજ યુરોપમાં અસ્ડાને વિસ્તારવા ઈચ્છુક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter