બિસેસ્ટરમાં ૧૩ હજાર મકાનનું ગાર્ડન સિટી

Friday 05th December 2014 06:56 EST
 

નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન અન્વયે છ વર્ષના આ પ્રોગ્રામથી દેશને પૂરથી થતાં £૩૦ બિલિયનથી વધુના આર્થિક નુકસાનને અટકાવવામાં મદદ મળશે. બિસેસ્ટરમાં મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની માલિકીની મનાતી જમીન પર બ્રાઉનફિલ્ડ સાઈટ્સ પર આ નવા નગરનું નિર્માણ કરાશે. £૪૪ મિલિયનથી વધુ રકમ નવા માર્ગો અને બિસેસ્ટર નજીક M40 પર જંક્શન માટે ખર્ચાશે. વધારાના £૫૫ મિલિયન ગાર્ડન સિટીના સિદ્ધાંતોને અનુસરી નવી વસાહતની ડિઝાઈન કરનારા ડેવલપર્સને લોન આપવા ખર્ચાશે. સરકારી એજન્સીઓ જાહેર ક્ષેત્રની જમીનો પર હજારો મકાનોની યોજના, બાંધકામ અને વેચાણ હાથ ધરશે અને ૨૦૨૦ સુધીમાં સરેરાશ નવા ૫૫,૦૦૦ મકાન બાંધવાની સરકારની યોજના હોવાનું ટ્રેઝરીના ચીફ સેક્રેટરી ડેની એલેકઝાન્ડરે જણાવ્યું હતું. 

બળાત્કારના ખોટી ફરિયાદો બદલ કાર્યવાહી

લંડનઃ યુકેમાં બળાત્કારના ખોટાં આક્ષેપો કે ફરિયાદ કરવા બદલ ગત પાંચ વર્ષમાં ઓછામાં ઓછી ૧૦૯ સ્ત્રીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. અભિયાન જૂથ વિમેન અગેઈન્સ્ટ રેપ (War) ચેરિટીએ આવા આક્રમક વલણનો અંત લાવવા માગણી કરી છે. આ જૂથ સત્તાવાળાઓ દ્વારા કરાયેલી કાર્યવાહીનો વિરોધ કરે છે. પાંચ વર્ષમાં સ્ત્રીઓની આવી ૧૦૯માંથી ૯૮ ફરિયાદોમાં તેમની સામે પ્રોસિક્યૂશન કરાયા છે. આ કાનૂની કાર્યવાહીમાં પોલીસનો સમય વેડફવા જેવા હળવા ગુના માટે મહત્તમ છ માસનો કારાવાસ અથવા દંડની જોગવાઈ લાગુ કરવાના બદલે સત્તાવાળાઓ દ્વારા ન્યાયને અવળા માર્ગે દોરવાનો કેસ કરાયો છે, જે માટે મહત્તમ આજીવન કારાવાસની જોગવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter