બીજું સંતાન બાળકી, હવે બસ!

Wednesday 10th March 2021 07:12 EST
 
 

હેરી અને મેગને તેમની બીજાં સંતાન બાળકી હોવાની જાહેરાત કરવા સાથે હવે તેમનો પરિવાર સંપૂર્ણ થઈ જવાનો સંકેત આપ્યો હતો. તેમનું બીજું સંતાન ઉનાળામાં આવશે તેમ પણ સસેક્સ દંપતીએ આનંદ સાથે જણાવ્યું હતું. કેલિફોર્નિયાના મોન્ટેસિટોમાં રહેતા ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે કહ્યું હતું કે તેઓ ૨૨ મહિનાના આર્ચીની બહેનના આગમનની તૈયારી કરી રહ્યા છે.

હેરીએ કહ્યું હતું કે ‘બીજું સંતાન બાળકી હોવાની જાણ થઈ ત્યારે તેને અદ્ભૂતની લાગણી થઈ હતી. બાળક હોય, એક કે બે, તે જ અદ્ભૂત છે. જોકે એક પુત્ર અને તે પછી પુત્રી હોય તો પછી તમારે વધુ શું જોઈએ? હવે અમારો પરિવાર પૂર્ણ છે. અમે ચાર અને અમારા બે શ્વાન.’ બે બાળકથી સંતોષ થશે તે પ્રશ્ને હેરીએ કહ્યું હતું કે બરાબર છે અને મેગને પણ તેમાં સાથ પુરાવ્યો હતો.

‘મેગ્ઝિટ’ થયા પહેલાં પણ કિંગ પાંચમા જ્યોર્જે ૧૦૦ વર્ષ અગાઉ ઘડેલા નિયમો અનુસાર આ તબક્કે આવનાર બાળકીને પણ HRH અથવા પ્રિન્સેસનું ટાઈટલ નહિ મળે. બાળકીને લેડીનું ટાઈટલ મળી શકે પરંતુ, હેરી અને મેગન તેમની બાળકીને માઉન્ટબેટન વિન્ડસર અટક સાથે ‘મિસ’ તરીકે ઓળખાવાનું પસંદ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter