બીબી સ્ટોકહોમ બાર્જમાં એક માઇગ્રન્ટની આત્મહત્યાથી હડકંપ

Tuesday 12th December 2023 12:49 EST
 

લંડનઃ એકતરફ સુનાક સરકાર રવાન્ડા યોજનાને અમલી બનાવવા આકાશ પાતાળ એક કરી રહી છે ત્યારે બીબી સ્ટોકહોમ બાર્જમાં એક રાજ્યાશ્રય વાંચ્છુએ કથિત આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. ડોરસેટ પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે આ ઘટના બની હતી. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, અમે આ મામલામાં વધુ માહિતી એકઠી કરી રહ્યાં છીએ.

સાઉથ ડોરસેટમાં પોર્ટલેન્ડ ખાતે બીબી સ્ટોકહોમ બાર્જમાં 200 જેટલાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રખાયાં છે. જોકે આ મોતની ઘટના બાદ બાર્જને ખાલી કરાવવામાં આવે તેવી કોઇ સંભાવના નથી. આ બાર્જમાં 500 વ્યક્તિને રાખવાની ક્ષમતા છે. સાઉથ ડોરસેટના સાંસદ રિચર્ડ ડ્રેક્સે જણાવ્યું હતું કે, આ એક આત્મહત્યાની જ ઘટના છે. હું હોમ ઓફિસ સાથે સંપર્કમાં છું. સ્થાનિક સંગઠનો પણ આ મામલમાં તપાસ કરી રહ્યાં છે. આ અત્યંત દુઃખદ બનાવ છે. કોઇ વ્યક્તિ આત્મહત્યા કરે તે અત્યંત કરૂણ બાબત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter