બીબીસી અને ઓક્સફામ ઇન્ડિયાએ ભારતના કાયદાનું પાલન કરવું જોઇએ – એલેક્સ એલિસ

બીબીસી ભારતના કાયદાનું સન્માન કરે છે તે વાત સ્પષ્ટ છે – બ્રિટિશ હાઇ કમિશ્નર

Tuesday 25th April 2023 13:59 EDT
 
 

લંડન - ભારત ખાતેના ટોચના બ્રિટિશ રાજદ્વારીએ જણાવ્યું છે કે અન્ય દેશોમાં કાર્યરત બ્રિટિશ સંગઠનોએ જે તે દેશના કાયદાઓનું ફરજિયાત પાલન કરવું જોઇએ. ભારત સરકાર દ્વારા બીબીસી અને ઓક્સફામ ઇન્ડિયા સામે ફેમા અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરાયા બાદ બ્રિટિશ રાજદ્વારીનું આ નિવેદન આવ્યું છે. ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર એલેક્સ એલિસે જણાવ્યું હતું કે, અમે બીબીસી અને ઓક્સફામ ઇન્ડિયા સામેના કેસો અંગે જાણકારી ધરાવીએ છીએ પરંતુ ઓક્સફામ ઇન્ડિયાના કેસની વિગતોમાં જવા માગતા નથી.

એલિસે જણાવ્યું હતું કે, યુકે વિશ્વમાં સારી શાખ ધરાવતા સંગઠનોનું મુખ્ય કેન્દ્ર છે અને તેમાંથી બીબીસી એક છે. બીબીસી જે દેશમાં કામ કરે છે તેના કાયદાનું પણ સન્માન કરે છે અને તે સ્પષ્ટ છે. હું જાણું છું કે ભારતીય સત્તાવાળા ઓક્સફામ અને બીબીસી અંગે વાત કરી રહ્યાં છે અને કાર્યવાહી કરવી તેમના હાથમાં છે. મહત્વની વાત એ છે કે બીબીસી અને ઓક્સફામ ભારતના કાયદાઓનું સન્માન કરે છે.

બીબીસી બાદ હવે ઓક્સફામ ઇન્ડિયા સામે ફેમા અંતર્ગત કેસ

બીબીસી બાદ હવે ભારતમાં ઓક્સફામ ઇન્ડિયા અને તેના અધિકારીઓ વિરુદ્ધ ફેમા અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી છે. ભારતના ગૃહમંત્રાલય દ્વારા કરાયેલી ફરિયાદના આધારે સીબીઆઇએ આ કેસ નોંધ્યો છે. ગયા વર્ષે ગૃહ મંત્રાલયે ઓક્સફામ ઇન્ડિયાનું એફસીઆરએ લાયસન્સ રદ કરી દીધું હતું. ફરિયાદમાં આરોપમૂકાયો છે કેઓક્સફામ ઇડિયાને 2013 અને 2016 વચ્ચે તેના માન્ય બેન્ક એકાઉન્ટના બદલે ફોરેન કન્ટ્રીબ્યુશન યુટિલાઇઝેશન એકાઉન્ટમાં 1.5 કરોડ રૂપિયા પ્રાપ્ત થયાં હતાં. ઓક્સફામ ઇન્ડિયાએ 2019-20માં એફસીઆરએ નિયમોનું ઉલ્લંઘન કરીને સેન્ટર ફોર રિસર્ચ પોલિસીને 12.7 લાખ રૂપિયા આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter