બીબીસીના હિન્દુ વિરોધી પ્રસારણ સામે હિન્દુ સમુદાયમાં ભારે રોષ

યોગિતા લિમયેના સત્ય અને હકીકતથી પરે પ્રસારણ માટે માફીની માગ

Tuesday 30th January 2024 11:42 EST
 
 

લંડનઃ બીબીસીના હિન્દુઓ પ્રત્યેના પૂર્વગ્રહયુક્ત પ્રસારણ સામે બ્રિટિશ હિન્દુ સમુદાયમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. તાજેતરમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઇ તે અંગેના યોગિતા લિમયેના કાર્યક્રમમાં હિન્દુ વિરોધી વલણ અપનાવવામાં આવ્યું હતું. યોગિતા લિમયેએ તેમના કાર્યક્રમમાં હિન્દુઓ પર મસ્જિદ તોડી નાખી તેના સ્થાને મંદિર નિર્માણ કર્યું હોવાનો આરોપ મૂકયો હતો. નિતિન મેહતાએ બીબીસીને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભારતની સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં આ સ્થળે હિન્દુ મંદિર હોવાનું જણાવ્યું હતું. આ મંદિર ભારતમાં મુઘલ શાસકો દ્વારા તોડીને તેના સ્થાને મસ્જિદ બનાવવામાં આવી હતી. મેહતાએ આરોપ મૂક્યો છે કે યોગિતાનો રિપોર્ટ હિન્દુઓ પ્રત્યેની નફરતને પ્રોત્સાહન આપનારો છે. તેમના રિપોર્ટમાં વાસ્તવિકતાનો અભાવ છે. બીબીસી4એ આ માટે માફી માગી પક્ષપાત કરવા માટે યોગિતા લિમયે સામે પગલાં લેવાં જોઇએ. યોગિતાનો રિપોર્ટ સત્યથી પરે અને બદઇરાદાથી ભરપૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter