બીબીસીને હિન્દુઓની લાગણી દુભાવા વિશે જરા પણ અફસોસ થતો નથી

Tuesday 14th February 2023 11:29 EST
 
 

બીબીસી દ્વારા જૂઠાણા ચલાવાય કે હિન્દુવિરોધી આગ ઓકાય તે આજકાલની વાત નથી. તેનો ઈતિહાસ તો ખરડાયેલો જ છે. બીબીસીની આવી નીતિના વિરોધમાં જ યુકેના અગ્રણી શીખ નેતા લોર્ડ ઈન્દરજિત સિંહે મે 2019માં BBC Radio 4ના લાંબા સમયથી ચાલતા ‘થોટ ફોર ધ ડે’ પ્રોગ્રામ પરથી રાજીનામું આપી દીધું હતું.

ઈન્ટરફેઈથ કર્મશીલ લોર્ડ સિંહ ઓફ વિમ્બલડન 35 વર્ષથી આ ધાર્મિક કાર્યક્રમનું સંચાલન કરતા હતા. ભારતમાં 17મા સદીમાં હિન્દુઓના બળજબરીથી ઈસ્લામમાં ધર્માન્તરણ અને અત્યાચારનો વિરોધ કરવા બદલ શીખ ગુરુ તેગ બહાદુર સિંહનો શિરોચ્છેદ કરાયાનું તેમનું પ્રવચન બીબીસી દ્વારા સેન્સર કરવામાં આવ્યું હતું. આનું કારણ એ દર્શાવાયું હતું કે આવા ઉલ્લેખોથી મુસ્લિમોની લાગણી દુભાવાનો ભય છે. તેના વિરોધમાં લોર્ડ સિંહે રાજીનામું ધરી દીધું હતું. જોકે, આ કાર્યક્રમમાં ઈસ્લામ ધર્મની કોઈ જ ટીકા કરવામાં આવી ન હતી. લોર્ડ સિંહે બીબીસીના ‘પૂર્વગ્રહ અને અસહિષ્ણુતા’ની ભારે ટીકા કરી કહ્યું હતું કે આ તો કોઈ ક્રિશ્ચિયનને એમ કહેવા જેવું છે કે તેમણે ઈસ્ટર વિશે બોલવું ન જોઈએ કારણકે તેનાથી જ્યૂઝની લાગણી દુભાવાનો ભય છે. હકીકત તો એ છે કે બીબીસીને હિન્દુઓની લાગણી દુભાવા વિશે કે તેમનું નીચાજોણું કરવા વિશે જરા પણ અફસોસ થતો નથી. ભારત સહિત, વિશ્વના મોટા ભાગના ન્યૂઝ મીડિયા અને અનેક દેશોની સરકારો માટે પણ આવું જ કહી શકાય. ભારત માટે આનો એકમાત્ર અને શ્રેષ્ઠ ઉત્તર સર્વગ્રાહી વિકાસ અને શક્તિ-તાકાત જ હોઈ શકે. સમગ્ર દેશમાં કોઈ પણ માન્યતા કે આસ્થાને ધ્યાનમાં લીધા વિના જ તમામ નાગરિકોને લાગુ કરાય તેવા સમાનતાલક્ષી કાયદાઓનો અમલ શરૂ કરાવો જોઈએ. વિશ્વમાં અન્ય બિન-ઈસ્લામિક દેશોમાં પણ આવા કાયદાઓ અમલી છે.

કિશોર રુપારેલિયા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter