લંડનઃ બીબીસીના ઈતિહાસમાં પ્રથમ વખત અશ્વેત વ્યક્તિની રેડિયો અથવા ટેલિવિઝન કન્ટ્રોલર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. બીબીસી દ્વારા મોહિત બકાયાને રેડિયો 4ના કન્ટ્રોલર નીમવામાં આવ્યા છે.
તેઓ અગાઉ રેડિયો 4ના ડોક્યુમેન્ટરી આઉટપુટના ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા હતા અને નીલ મેકગ્રેગોરના ‘અ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ ઈન ૧૦૦ ઓબ્જેક્ટ્સ’ સહિતના વિવિધ શોનું સંચાલન કરતા હતા. એનોક પોવેલની ‘રિવર્સ ઓફ બ્લડ’ સ્પીચ પૂરેપૂરી રજૂ કરવાના તેમના નિર્ણયની ટીકા થતાં તેઓ ચર્ચામાં રહ્યા હતા. તેઓ ૧૯૯૩થી બીબીસી સાથે કાર્યરત છે.


