બાળકોના રક્ષણ માટે કટિબધ્ધ ગૃપના જણાવ્યા મુજબ સરકારની નિષ્ક્રિયતાના કારણે દેશના બે લાખ કરતા વધારે બાળકો વિદેશી વેબસાઇટ દ્વારા બતાવવામાં આવતી બિભત્સ ફિલ્મો જોઇ શકે છે. 'અોથોરીટી ફોર ટીવી અોન ડીમાન્ડ'ના જણાવ્યા મુજબ ગત માર્ચ માસ દરમિયાન જ ૧૫ વર્ષ કરતા નીચેની વયના ૨ લાખ બાળકોએ બિભત્સ ફિલ્મો ધરાવતી વેબસાઇટની મુલાકાત લીધી હતી. જેમાંના ૪૪,૦૦૦ તો પ્રાથમિક શાળાના હતા. વિદેશી વેબસાઇટ પર બાળકોની વયની ચોકસાઇ કરવા કોઇ માપદંડ ન હોવાના કારણે બાળકો આસાનીથી આવી વેબસાઇટ પર બિભત્સ ફિલ્મ જોઇ શકે છે.

