લંડનઃ એવોર્ડ વિનર બ્રિટિશ ઇન્ડિયન મ્યુઝિશિયન નિતિન સાહનીની વર્ષ 2024 માટેની બુકર પ્રાઇઝ જજિંગ પેનલના સભ્ય તરીકે નિયુક્તિ કરાઇ છે. નિતિન સાહની આર્ટિસ્ટ અને લેખક એડમન્ડ દ વાલના નેતૃત્વ હેઠળની પાંચ સભ્યોની પેનલમાં સામેલ થશે. આ પેનલમાં સાહની ઉપરાંત નવલકથાકાર સારા કોલિન્સ, ગાર્ડિયન અખબારના ફિક્શન એડિટર જસ્ટિન જોર્ડન અને ચીની અમેરિકન લેખક પ્રોફેસર યિયુન લીનો સમાવેશ કરાયો છે. સાહનીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું હતું કે, આ પેનલમાં સામેલ થવુ મારા માટે મોટા સન્માનની વાત છે. કેન્ટમાં જન્મેલા સાહની વિશ્વ સ્તરના નિર્માતા, ગીતકાર, ટુરિંગ આર્ટિસ્ટ અને કમ્પોઝર છે.

