બુધવારે રેકોર્ડ 820 માઇગ્રન્ટે ચેનલ પાર કરી, બેનાં મોત

Tuesday 27th May 2025 15:07 EDT
 
 

લંડનઃ બુધવારે ઇંગ્લિશ ચેનલ પાર કરીને 800થી વધુ માઇગ્રન્ટ્સ યુકે પહોંચ્યા હતા જ્યારે આ પ્રયાસમાં બે માઇગ્રન્ટના મોત થયાં હતાં. 2025માં એક દિવસમાં ચેનલ પાર કરનારા માઇગ્રન્ટ્સનો આ રેકોર્ડ આંકડો છે. બોર્ડર ફોર્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે 7 કલાક સુધીમાં 820 માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરીને આવ્યા હતા. આ પહેલાં 15 એપ્રિલે 705 માઇગ્રન્ટે ચેનલ પાર કરી હતી. આ સાથે 2025માં ચેનલ પાર કરીને યુકે આવેલા માઇગ્રન્ટ્સની સંખ્યા 13500 પર પહોંચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter