લંડનઃ બદલાની ભાવનાથી બે રેપર્સની હત્યા કરવા માટે ચાર ગેંગસ્ટરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચારેય ગેંગસ્ટર બુર્કા પહેરીને ઇસ્ટ લંડનના ઇલફોર્ડ ખાતેના એક મકાનમાં ઘૂસી ગયાં હતાં અને સઇદી અબુ શેખ તથા ઝકારિયા જીલાની મોહમ્મદની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ હુમલામાં ખાલિદ ખાલિદ નામની વ્યક્તિનો બચાવ થયો હતો. 2019માં થયેલી ભાઇની હત્યા માટે બદલો લેવા ઝાઇન મિર્ઝાએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેની સાથે અન્ય 3 આ કાવતરામાં સામેલ થયા હતા.

