બૂસ્ટર ડોઝનું લક્ષ્ય પાર નહિ પડેઃ

Wednesday 15th December 2021 06:19 EST
 

લંડનઃ બ્રિટનના દરેક પુખ્ત લોકોને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાઈરસ વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપી દેવા બોરિસ જ્હોન્સનની મહત્ત્વાકાંક્ષી યોજનાનું લક્ષ્ય પહોંચી વળાય તેમ નહિ હોવાની ચેતવણી NHSના માંધાતાઓએ આપી છે. તેમણે કહ્યું છે કે બૂસ્ટર પ્રોગ્રામ નવા વર્ષમાં લાંબે સુધી ચાલી શકે છે.

યુકેના અનેક વેક્સિનેશન સેન્ટર્સ પર લાંબી લાઈનો લાગી હતી અને વેક્સિન લેવા માટે ચાર-પાંચ કલાકની રાહ જોવી પડતી હતી. વેક્સિનેશન સેન્ટર્સને ક્રિસમસ સુધી સતત ૨૪ કલાક ચાલુ રાખવા જણાવાયું છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના અંદાજ અનુસાર એક જ દિવસમાં ૨૦૦,૦૦૦ લોકોને ઓમિક્રોનનો ચેપ લાગ્યો હતો જે કોવિડ -૧૯ના એક દિવસના સંક્રમણની સરખામણીએ ઘણો વધુ છે. ડેટા મુજબ વેક્સિનના બે ડોઝથી ઓમિક્રોન વેરિએન્ટ સામે લઘુતમ રક્ષણ મળે છે પરંતુ,ત્રીજા અથવા બૂસ્ટર ડોઝથી ૭૫ ટકા જેટલું રક્ષણ મળી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter