બે કરોડ બ્રિટિશરોના નિષ્ક્રિય ખાતાઓમાં અધધધ 50 બિલિયન પાઉન્ડ જમા

લાખો લોકો પોતાના બેન્ક ખાતા, પેન્શન ખાતા, બચતો અને ઇન્વેસ્ટમેન્ટ ભૂલી ગયાં

Wednesday 17th August 2022 05:19 EDT
 
 

લંડન

બ્રિટનમાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ગંભીર બની રહી છે ત્યારે એક નવા રિસર્ચમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. દેશમાં એવા બે કરોડ બ્રિટિશરો છે જેઓ પોતાના જ બેન્ક ખાતાઓ, પેન્શનના ખાતાઓમાં પડેલા નાણાને ભૂલી ગયાં છે અથવા તો તેમની પાસે તે અંગે કોઇ માહિતી નથી. લગભગ બે કરોડ બ્રિટિશરોના નિષ્ક્રિય અથવા ડોરમેન્ટ ખાતાઓમાં અધધધ કહી શકાય તેટલી 50 બિલિયન પાઉન્ડની રકમ જમા પડી રહી છે. દેશમાં બે કરોડ લોકો એવા છે જેઓ પોતાના પેન્શન, બેન્ક ખાતા, સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ અંગે ભૂલી ગયાં છે. જો 50 બિલિયન પાઉન્ડનો આંકડો સાચો હોય તો જે લોકો પોતાના જૂના એકાઉન્ટ અંગે ભૂલી ગયા છે તેવા દરેક બ્રિટિશરના ભાગે 2500 પાઉન્ડ આવી શકે.

લોકોના આ પ્રકારના ગૂમ થયેલા નાણા શોધવામાં મદદ કરતી વેબસાઇટ ગ્રેટેલના જણાવ્યા અનુસાર જેમની પાસે આ પ્રકારના નાણા જમા પડ્યા છે તેઓ સાચી માહિતી ન હોવાના કારણે માલિકનો સંપર્ક કરી શક્તા નથી. ઘર બદલવા, નામ બદલવા અને અન્ય કારણોસર ઓળખમાં આવેલા બદલાવની માહિતી ન આપી હોવાના કારણે આ રીતે નાણા સ્થગિત થઇ ગયા હોય છે.

શેમાં કેટલાં નાણા જમા પડ્યાં છે?

19 બિલિયનથી 37 બિલિયન પાઉન્ડ – મિસિંગ અથવા અનક્લેઇમ્ડ પેન્શન

4.5 બિલિયન પાઉન્ડ – લોસ્ટ બેન્ક એકાઉન્ટ્સ

2.8 બિલિયન પાઉન્ડ – ભૂલી જવાયેલું ઇન્વેસ્ટમેન્ટ

2  બિલિયન પાઉન્ડ – અનક્લેઇમ્ડ લાઇફ ઇન્શ્યુરન્સ પોલિસી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter