બે તૃતીઆંશ બ્રિટિશ પરિવારો ફ્યૂલ પોવર્ટીના સકંજામાં ફસાઈ જશે

Wednesday 24th August 2022 02:28 EDT
 
 

લંડનઃ યુકે એનર્જી કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ફયૂલ પ્રાઈસ મર્યાદામાં વધારો થવા સાથે અંદાજે 45 મિલિયન લોકો આ શિયાળામાં તેમના એનર્જી બિલ્સની ચૂકવણીમાં ભારે મુશ્કેલી અનુભવશે તેમ યુનિવર્સિટી ઓફ યોર્કના નવા અભ્યાસમાં જણાવાયું છે. જાન્યુઆરી સુધીમાં બે તૃતીઆંશ બ્રિટિશ પરિવારો ફ્યૂલ પોવર્ટી-ગરીબાઈમાં ફસાઈ જશે. સરકારી સહાયના આયોજન છતાં, મધ્યમ આવકના પરિવારો માટે પણ સમય મુશ્કેલ બની રહેશે.

અભ્યાસ મુજબ ઓક્ટોબર અને જાન્યુઆરીમાં એનર્જી ભાવમર્યાદામાં વધારો થવાની આગાહી સાથે 18 મિલિયન પરિવારો એટલે કે અંદાજે 45 મિલિયન લોકોને તેમના બે છેડાં મેળવવામાં ભારે મુશ્કેલી સહન કરવાની આવશે. અંદાજે 86.4 ટકા પેન્શનર યુગલો તેમજ બે અથવા વધુ સંતાનો સાથેના 90.4 ટકા એકલ પેરન્ટ્સ ફ્યૂલ પોવર્ટી-ગરીબાઈમાં ફસાઈ જવાની ધારણા છે. એનર્જી કોસ્ટ જ્યારે પરિવારની ચોખ્ખી આવકના 10 ટકાથી વધી જાય તે સ્થિતિ ફ્યૂલ પોવર્ટી કહેવાય છે. જાન્યુઆરી સુધીમાં સાઉથ-ઈસ્ટના 57.9 ટકા પરિવારોની સરખામણીએ વેસ્ટ મિડલેન્ડ્સના 70.9 ટકા પરિવારો અને નોર્ધર્ન આયર્લેન્ડના 76.3 ટકા પરિવારોને એનર્જી બિલ્સની ચૂકવણીમાં મુશ્કેલીનો સામનો કરવાનો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter