લંડનઃ ઉંદર અને તેની લીંડીઓના કારણે બે ફૂડ બિઝનેસના માલિકોને હજારો પાઉન્ડનો દંડ ફટકારાયો છે. ઇલિંગ કાઉન્સિલની ફૂડ સેફ્ટી ટીમને આ બંને બિઝનેસ ખાતેથી મરેલા ઉંદર અને લીંડીઓ મળી આવી હતી. ગ્રીન ખાતે આવેલી લાહોરી સેવૉર ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટના માલિક મુખ્તાર હુસેને પોતાના દોષને સ્વીકારી લીધો હતો. અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટે હુસેન અને તેમના બિઝનેસને દંડ અને કોર્ટના ખર્ચ પેટે 20,479 પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. બીજા એક કેસમાં પાર્ક રોયલ સ્થિત ફૂડ પ્રોડક્શન કંપની ગ્રીન ફોરેસ્ટ પ્લસ લિમિટેડને પેસ્ટ કન્ટ્રોલના અભાવને કારણે માલિક ક્વિંગ ટિયાન સહિત કંપનીને 8432 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.