લંડનઃબે મહિલા પર ઘરેલુ હિંસાના આરોપસર પોલીસ અધિકારી તારિક માહમૂદને 120 કલાક અનપેઇડ વર્કની સજા ફટકારવામાં આવી છે. તારિક પર એક મહિલાને લાતો મારવા અને એક ગર્ભવતી મહિલા સાથે હિંસક વર્તાવ કરવા માટે આ સજા કરાઇ છે. સ્કોટલેન્ડ પોલીસે આ અપરાધ અંગે પોલીસને જાણ કરવાની હિંમત દર્શાવવા બદલ બંને મહિલાની પ્રશંસા કરી છે. સજા બાદ તારિકને એક સપ્તાહ માટે ફરજથી દૂર રહેવાનો પણ આદેશ અપાયો છે.


