તાજેતરમાં હર્ષદ કોઠારીના નેતૃત્વમાં યોજાયેલા ઇસ્ટ આફ્રિકન એસોસિએશનના શાનદાર કાર્યક્રમમાં સિટીબોન્ડ ટ્રાવેલ ગૌરવભેર સહભાગી બન્યું હતું. ઇસ્ટ આફ્રિકન એશિયન સમુદાયના વારસા અને યોગદાનની ઉજવણી કરતો આ એક પ્રેરણાદાયી પ્રસંગ હતો. કાર્યક્રમના ભાગરૂપે બે નસીબવંતા વિજેતાઓ ગોવિંદજી પટેલ અને દિવાળીબહેન પટેલને સિટીબોન્ડ ટ્રાવેલ અને કેન્યા એરવેઝના સૌજન્યથી કેન્યા પ્રવાસની મફત ટિકિટ મળી હતી. બન્ને વિજેતાઓ તેમના ટ્રાવેલ ડોક્યુમેન્ટ મેળવવા ગયા સપ્તાહે સિટીબોન્ડ ટ્રાવેલની હેડ ઓફિસે આવ્યા હતા. જ્યાં સિટીબોન્ડ ટ્રાવેલના મેનેજિંગ ડિરેક્ટર હિતેશ મહેતા અને કેન્યા એરવેઝના પુનીતા એબ્રેઓએ તેમને આ ડોક્યુમેન્ટ સુપ્રત કર્યા હતા. આ પ્રસંગે સિટીબોન્ડ ટ્રાવેલના કોમર્શિયલ ડિરેક્ટર ટિમ લોરીમર અને ડિરેક્ટર રાજીવ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સિટીબોન્ડ ટ્રાવેલ આપણા સમાજને સહયોગ આપવા અને પ્રવાસીઓને અવિસ્મરણીય અનુભવો કરાવવા પ્રતિબદ્ધ છે. સિટીબોન્ડ ટ્રાવેલ ગોવિંદજીભાઇ પટેલ અને દિવાળીબહેનને કેન્યાના અદ્ભુત અને યાદગાર પ્રવાસ માટે શુભેચ્છા પાઠવે છે.


