બે વાર યુકેનો સ્ટુડન્ટ વિઝા નકારાતાં કેરળની યુવતીએ જીવન ટૂંકાવ્યું

Tuesday 08th September 2026 10:20 EDT
 
 

લંડનઃ યુકેમાં ઉચ્ચ અભ્યાસની ઈચ્છા ધરાવતી 25 વર્ષીય યુવતીના સ્ટુડન્ટ વિઝા સતત બે વખત નામંજૂર થતાં તેણે પોતાના નિવાસસ્થાને જીવન ટૂંકાવ્યું હોવાનો દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના મલામૂડુમાં આ ઘટના બની છે.

અહેવાલો અનુસાર, અંજના નામની યુવતીએ યુકેમાં અભ્યાસ માટે બે વાર વિઝા અરજી કરી હતી પરંતુ બંને વખતે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. સાથે અરજી કરનાર અન્ય સાથીઓના વિઝા મંજૂર થઈ ગયા હોવા છતાં તેને નિષ્ફળતા મળતાં તે ભારે માનસિક તણાવ અને હતાશામાં સરી પડી હતી.

અંજનાએ ચેન્નાઈથી ડોક્ટર્સ આસિસ્ટન્ટનો કોર્સ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ એર્નાકુલમની એક હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. તેના ભાઈ પણ યુકેમાં સ્થાયી હોવાથી તે પણ આગળના અભ્યાસ માટે ત્યાં જવા ઉત્સુક હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter