બે સગીરાઓના શારીરિક શોષણ માટે પાંચને 8થી 20 વર્ષની કેદ

Tuesday 07th November 2023 13:01 EST
 

લંડનઃ 2004થી 2006 વચ્ચેના સમયગાળામાં બે સગીરાઓના શારીરિક શોષણના આરોપસર રોચડેલના પાંચ વ્યક્તિને 8થી 20 વર્ષની કેદની સજા અપાઇ છે. સૌથી વધુ સજા આ કેસના સૌથી વધુ ઉંમર ધરાવતા જ્હાન શાહિદ ગનીને અપાઇ છે. સગીરાઓના શારીરિક શોષણના સમયે તેની ઉંમર 30 વર્ષની હતી. ગની આ સગીરાઓને શાળામાંથી જ ઉઠાવી જતો હતો અને તેમને ડ્રિંક્સ તથા ડ્રગ્સ આપ્યા બાદ તેમનું શારીરિક શોષણ કરતો હતો. તેણે એક સગીરાને ગ્રુપ સેક્સ કરવાની પણ ફરજ પાડી હતી. ગની ઉપરાંત તેના પિતરાઇ ભાઇ અને મિત્રોએ પણ આ સગીરાઓનું શારીરિક શોષણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter