બે સગીરાના શોષણ માટે રોચડેલની ગ્રુમિંગ ગેંગના 7 નરાધમ દોષી

2001થી 2006 વચ્ચે દોષીતોએ બે સગીરાને સેક્સ સ્લેવ બનાવી રાખી હતી

Tuesday 17th June 2025 12:18 EDT
 
 

લંડનઃ રોચડેલમાં પાંચ વર્ષ સુધી બે સગીરાઓનું શારીરિક શોષણ કરનાર ગ્રુમિંગ ગેંગના 7 નરાધમોને અદાલત દ્વારા દોષી ઠેરવાયાં છે. 2001થી 2006ની વચ્ચે તેમણે ગર્લ એ અને ગર્લ બીનું સતત શારીરિક શોષણ કર્યું હતું અને સેક્સ સ્લેવ બનાવીને રાખી હતી.

ગર્લએ એ જ્યુરીને જણાવ્યું હતું કે મને 200 કરતાં વધુ પુરુષોની હવસની શિકાર બનાવી શકાઇ હોત. ગર્લ બીએ જણાવ્યું હતું કે, સોશિયલ વર્કર્સ મને 10 વર્ષની વયથી જ વેશ્યા ગણાવતા હતા. માન્ચેસ્ટર મિલશુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, બંને સગીરાનું પારિવારિક જીવન અત્યંત બદતર હતું તેથી તેઓ ડ્રગ્સ અને આલ્કોહોલના રવાડે ચડી ગઇ હતી. તેનો ગેરલાભ લઇને તેમને સેક્સ સ્લેવ બનાવી દેવાઇ હતી.

દોષી ઠરેલા નરાધમો

-          મોહમ્મદ ઝાહિદ, સ્ટેશન રોડ ક્રમ્પસાલ

-          મુશ્તાક એહમદ, કોરોના એવન્યૂ, ઓલ્ડહામ

-          કાસિર બશીર, નેપિયર સ્ટ્રીટ ઇસ્ટ, ઓલ્ડહામ

-          મોહમ્મદ શેહજાદ, બેસવિક રોય્ડ્સ સ્ટ્રીટ, રોશડેલ

-          નાહીમ અકરમ, માનલે રોડ રોચડેલ

-          નિસાર હુસેન, ન્યૂ ફિલ્ડ ક્લોઝ, રોચડેલ

-          રોહીઝ ખાન, અથોલે સ્ટ્રીટ રોચડેલ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter