બેંક ઓફ બરોડાઃ ડિજીટલી સ્માર્ટ જનરેશન માટે સ્માર્ટ બેંકિંગ

Wednesday 09th October 2019 03:47 EDT
 
 

લંડનઃ ભારતની આંતરરાષ્ટ્રીય બેંક તરીકે જાણીતી બેંક ઓફ બરોડા (BoB) યુકેમાં કાર્યરત સૌથી જૂની ભારતીય બેંકો પૈકીની એક છે. હાલ બેંક તેની લંડનની બ્રાંચ દ્વારા હોલસેલ બેંકિંગ સેવા તેમજ યુકેમાં રજિસ્ટર્ડ થયેલી તેની સબસિડિયરી બેંક ઓફ બરોડા (યુકે) લિમિટેડ દ્વારા રિટેઈલ બેંકિંગ સેવા પૂરી પાડે છે. ડિજીટલ ટ્રેન્ડની પ્રણેતા ફિન્ટેક બેંક્સ દ્વારા દેશની હાઈ સ્ટ્રીટ બેંકો સમક્ષ પડકાર ઉભો થયો છે ત્યારે બેંક ઓફ બરોડા (યુકે) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સંજય ગ્રોવરના નેતૃત્ત્વ હેઠળ બેંક ઓફ બરોડા ડિજીટલ સેવાઓ માટે સજ્જ બની છે.

તેમણે જણાવ્યું હતું, ‘ખાસ કરીને અમે હાલ સ્વતંત્ર સબસિડિયરી તરીકે કાર્યરત છીએ ત્યારે અમારું હાલનું લક્ષ્ય રિટેઈલ બિઝનેસ વધારીને સ્થાનિક મુખ્યપ્રવાહના ગ્રાહકોની સંખ્યા વધારવાનો છે. અમારી લાંબા ગાળાની યોજનામાં અલગ રિટેઈલ એસેટ અને લાયેબિલીટી પૂલ ઉભો કરવાનો સમાવેશ થાય છે. બ્રેક્ઝિટ સાથે કે તેના વિના લંડન હજુ પણ વિશ્વનું ફાઈનાન્સિયલ હબ છે અને અમે અમારા ગ્રાહકોની ડિજીટલ જરૂરીયાતોને પૂરી કરવા માટેની પ્રોડક્ટ્સ તૈયાર કરી રહ્યા છીએ.’ .

તેમણે ઉમેર્યું હતું,‘ હાલ બ્રેક્ઝિટ સંચાલિત અર્થતંત્રમાં ઓનલાઈન બેંકિંગના જુસ્સાએ યુકેની એક રજિસ્ટર્ડ બેંકને બાકાત રાખી નથી, તાજેતરમાં જ આ બેંકે તેની ૧૪૦ શાખા બંધ કરવાની જાહેરાત કરી હતી. દરમિયાન, નો-ડીલ બ્રેક્ઝિટના ભયને લીધે સ્ટર્લિંગ પાઉન્ડ રુપિયાની સરખામણીએ બે વર્ષની ઉંચી રૂ. ૯૮ની સપાટીથી બે વર્ષની નીચી સપાટીએ રૂ.૮૫થી રૂ.૮૭ વચ્ચે આવી ગયો છે. જોકે, સંજય ગ્રોવર પાસે ભારતના બીઓબીના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીનો બહોળો અનુભવ છે. તેમણે એસોસિએશન ઓફ કોમ્બિસીટ ઈન્ટરનેશનલ, પેરિસ સાથે સંકળાયેલી ફોરેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે બે વર્ષ ફરજ બજાવી હતી. તેઓ ફિક્સ્ડ ઈન્કમ મની માર્કેટ એન્ડ ડેરિવેટિવ્સ એસોસિએશન, ઈન્ડિયા (FIMMDA)ના બોર્ડ મેમ્બર પણ રહી ચૂક્યા છે. ગ્રોવરને આશા છે કે માર્કેટ હવે બ્રેક્ઝિટની નકારાત્મક અસરને અવગણી રહ્યું હોવાથી પાઉન્ડમાં ટૂંક સમયમાં સુધારો આવશે.

ગ્રોવરે ઉમેર્યું હતું,‘અમે અમારી ‘રેપિડ ફન્ડ્સ ૨ઈન્ડિયા’ અને ‘બરોડા ક્લિક ફન્ડ્સ ૨ ઈન્ડિયા’ જેવી અમારી રેમીટન્સ સ્કીમો દ્વારા બજાર દરની સરખામણમાં વધુ સારા એક્સચેન્જ રેટ આપીએ છીએ. જે ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન નિશ્ચિત સમયમર્યાદાથી વધી ગયા હોય તેમને અમે સ્પેશિયલ દરે સેવા આપીએ છીએ.’

રેમીટન્સ સ્કીમ ઉપરાંત પર્સનલ સેવિંગ્સ અને બિઝનેસ એકાઉન્ટસ દ્વારા ગ્રાહકો નેટવેસ્ટની યુકેની તમામ શાખાઓમાં કેશ અને ચેક જમા કરાવે છે. તદ્ન નવી ‘બરોડા સ્માર્ટ સ્વીપ’ સેવિંગ્સ પ્રોડક્ટ બેંકની ખાસ વિશેષતા છે. આ પ્રોડક્ટ દ્વારા ગ્રાહકના ફાજલ નાણાં જાતે જ વધુ વ્યાજ દર આપતા ફ્કિસ્ડ ટર્મ ખાતામાં જમા થાય છે અને જરૂર પડે ત્યારે પાછા કરન્ટ એકાઉન્ટમાં જમા થાય છે.

બેંક ઓફ બરોડા (યુકે) લિમિટેડની લેસ્ટર, માન્ચેસ્ટર, બર્મિંગહામ અને લંડનમાં કુલ ૧૦ શાખા છે.

વધુ માહિતી માટે https://www.bankofbarodauk.comવેબસાઈટની મુલાકાત લેશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter