બેટી બ્રાઉને 'OBE' એવોર્ડ મૃતક સબ પોસ્ટમાસ્ટર્સને સમર્પિત કર્યો

Tuesday 09th June 2026 10:42 EDT
 
 

લંડનઃ ચર્ચિત પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી કૌભાંડના સૌથી વયોવૃદ્ધ પીડિત 92 વર્ષીય બેટી બ્રાઉનને બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિષ્ઠિત સન્માન 'OBE' (ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર)થી નવાજવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ અવસરે તેમણે ભાવુક થઈને પોતાનો આ એવોર્ડ ન્યાયની લાંબી લડતમાં જીવ ગુમાવનારા તમામ સબ પોસ્ટમાસ્ટર્સને સમર્પિત કર્યો છે.

બ્રાઉને જણાવ્યું હતું કે, હું આ સન્માન એવા તમામ સબ-પોસ્ટમાસ્ટર્સ વતી સ્વીકારું છું જેમના જીવન આ અન્યાયને કારણે બરબાદ થઈ ગયા. હું આ એવોર્ડ આપણે ગુમાવેલા તમામ સાથીઓને સમર્પિત કરું છું.

બ્રિટિશ કાનૂની ઈતિહાસના આ સૌથી મોટા અન્યાય સામેની લડતમાં બેટી બ્રાઉનની આ સન્માનજનક સિદ્ધિ એક મોટો સીમાચિહ્નરૂપ વિજય માનવામાં આવે છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter