લંડનઃ બર્કશાયરના મેઈડનહીડની ૪૬ વર્ષીય મહિલા ક્લેર બસ્બીએ બર્કશાયર બેડ કંપની સામે હાઈકોર્ટમાં ૧ મિલિયન પાઉન્ડનો દાવો કર્યો હતો. તેમાં તે હારી ગઈ હતી.
૨૦૧૩માં જાતીય ક્રિડા વખતે પોઝીશન બદલતા તે પલંગ પરથી પડી ગઈ હતી અને કરોડને નુક્સાન થતાં લકવાનો ભોગ બની હતી. તેણે દાવો કર્યો હતો કે પલંગમાં ખામી હતી. તેથી તેણે બેડ કંપની સામે દાવો કર્યો હતો. જોકે, જજ બેરી કોટરે ચુકાદો આપ્યો હતો કે પલંગમાં કોઈ ખામી ન હતી અને તે અકસ્માતે પડી ગઈ હતી.


