બેડફર્ડના કોર્ન એક્સચેન્જ હોલ ખાતે તાેજતરમાં ભારતના પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરાઇ હતી. જેમાં સ્થાનીક અગ્રણીઅો સહિત ૭૦૦ ભારતીયોએ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા અને રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ભારતીય હાઇકમિશન લંડનના મિનિસ્ટર ફોર કો-અોર્ડીનેશન શ્રી એ.એસ. રાજન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બેડફર્ડ અને કેમ્પસ્ટનના એમપી રીચાર્ડ ફૂલર, બેડફર્ડશાયરના પોલીસ અને ક્રાઇમ કમિશ્નર શ્રી અોલી માર્ટીન્સ, ડેપ્યુટી પોલીસ કમિશ્નર આકીબ અલી, કેમ્પસ્ટન ટાઉન મેયર કાઉન્સિલર મોહમ્મદ મસુદ, બેડફર્ડના કોન્સર્વેટીવ ગૃપ લીડર કાઉન્સિલર સ્ટીફન મુન, લેબર ગૃપ લીડર કાઉન્સિલર કોલીન એટકીન્સ MBE, લિબ ડેમ કાઉન્સિલર રોઝમેરી બિટીમેન, રોક અોન મ્યુઝીકના એમડી વિજય ભોલા, સંતોષ વુમન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી સંતોષ કુમારી, ચેરીટી વર્કર શ્રીમતી દેશવિંદર સેહમ્બી, UKABCના ચેરમેન તાહા કોબર્ન-કુટે સહિત વિવિધ સમુદાયીક સંગઠનો અને સંસ્થાઅોના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું આયોજન શેર્નબોક પેરીસ કાઉન્સલના કાઉન્સિલર ચરણ શેખોન, શેર-એ-પંજાબ ધાબાના સુરજીત ધાનુજ દ્વારા કબ્બડી એન્ડ સ્પોર્ટ્સ ક્લબ્સના સહકારથી કરાયું હતું.


