બેડરૂમમાં જ પાર્ટનરની હત્યા માટે લેસ્ટરના રાજ સિદપરાને આજીવન કેદ

Tuesday 03rd December 2024 10:22 EST
 
 

લંડનઃ 2024ના પ્રારંભે લેસ્ટર સ્થિત પોતાના નિવાસસ્થાનના બેડરૂમમાં જ પોતાની પાર્ટનરની હત્યા કરનાર રાજ સિદપરાને આજીવન કેદની સજા કરાઇ છે. નાઇટ આઉટ કરી આવ્યા બાદ બેડરૂમમાં સૂવા ગયેલી પાર્ટનર તરણજિત રિયાઝની રાજ સિદપરાએ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ બેડરૂમમાં તેની બાજુમાં જ સૂઇ ગયો હતો. તેણે પોતાના બચાવમાં કોર્ટને જણાવ્યું હતું કે, શરાબના નશામાં હોવાના કારણે તરણજિત પડી ગઇ હતી અને ઇજાના કારણે તેનું મોત થયું હતું.

જોકે પોલીસ દ્વારા લેસ્ટર ક્રાઉન કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાને જોતાં જ્યુરીએ રાજ સિદપરાની બચાવની દલીલો માનવાનો ઇનકાર કરી દીધો હતો. નવેમ્બરના પ્રારંભમાં જ કોર્ટ દ્વારા તેને હત્યા માટે દોષી જાહેર કરી દેવાયો હતો. 29 નવેમ્બરે સજાની સુનાવણી કરતા જજ વિલિયમ હારબેજ કેસીએ રાજ સિદપરાને આજીવન કેદ  ફટકારી હતી. સજા અંતર્ગત સિદપરાને ઓછામાં ઓછા 21 વર્ષ જેલમાં વીતાવવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter