બેથનલ ગ્રીનમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતી પૂર્વ લંડનની ગેંગને કુલ 92 વર્ષની જેલની સજા

Tuesday 19th May 2026 12:35 EDT
 
 

લંડનઃ પૂર્વ લંડનના બેથનલ ગ્રીન વિસ્તારમાં હજારો વ્યસનીઓને ક્લાસ-A ડ્રગ્સ સપ્લાય કરતી રીઢા ગુનેગારોની ટોળકીને કુલ 92 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. મેટ્રોપોલિટન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી બે વર્ષ લાંબી તપાસ બાદ કુલ 16 શખ્સોને દોષિત ઠેરવી સજા સંભળાવવામાં આવી છે. સ્કોટલેન્ડ યાર્ડે આ ઓપરેશનને પૂર્વ લંડનની સૌથી મોટી સફળતા ગણાવી છે. આ ગેંગે છેલ્લા બે વર્ષમાં ટાવર હેમલેટ્સ વિસ્તારમાં અંદાજે 14 કિલો હેરોઈન અને ક્રેક કોકેઈનનો જથ્થો ઠાલવ્યો હતો. ગેંગના મુખ્ય સૂત્રધાર નેફુર મિયાંને 17 વર્ષ અને સાત મહિના, જ્યારે મોહમ્મદ ઈસ્માઈલ અલીને 12 વર્ષ અને છ મહિનાની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા જાહેર રસ્તાઓ અને બાળકોના બગીચાઓમાં ખુલ્લેઆમ ચાલતા ડ્રગ્સના વેપાર અંગેની વ્યાપક ફરિયાદો બાદ પોલીસે આ તપાસ શરૂ કરી હતી.

  • નેફુર મિયાં (38): 17 વર્ષ અને 7 મહિના
  • મોહમ્મદ ઈસ્માઈલ અલી (38): 12 વર્ષ અને 6 મહિના
  • ઈમરાન હુસૈન (42): 11 વર્ષ અને 6 મહિના
  • રેઝવાનુલ ચૌધરી (30): 9 વર્ષ
  • શાબબ બક્ષ (29) અને નિઝામ ઉદ્દીન (42): 2 વર્ષની સસ્પેન્ડેડ સજા

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter