બેદરકારીથી વાહન ચલાવી દંપતીનું મોત નિપજાવનાર લેસ્ટરના સિમરજીતને 4 વર્ષની કેદ

Tuesday 21st January 2025 09:54 EST
 
 

લંડનઃ બેદરકારીપુર્વક વાહન ચલાવી એક દંપતીનું મોત નિપજાવનાર લિસેસ્ટરશાયરના 35 વર્ષીય સિમરજીત સિંહને લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા ચાર વર્ષની કેદ ફટકારવામાં આવી છે. અદાલતે સિમરજીત પર ચાર વર્ષ સુધી વાહન નહીં ચલાવવાનો પ્રતિબંધ પણ લાદ્યો છે. સિમરજીત સિંહ અત્યંત ખરાબ ડ્રાઇવિંગ કરતો હતો અને તેણે ક્યારેય ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી નહોતી. બેદરકારીપુર્વક ડ્રાઇવિંગ કરતાં તેણે સામેથી આવતી કારને ટક્કર મારી હતી જેમાં ગેઇલ અને ઇયાન ગેલેનાં મોત થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter